કાર્બાઈડથી પકવેલી કેરી કેવી રીતે ઓળખવી ? 
કૃત્રિમ રીતે – પરાણે કે કાર્બાઈડથી પકવવામાં આવેલી દરેક કેરી બોકસમાં – પેટીમાં એક સ૨ખા રંગની તથા સામાન્ય વજનની હોય છે. તેમાં કુદરતી મીઠાશની સુગંધ નથી હોતી. કૃત્રિમ રીતે ૫કવેલી કેરીનું આયુષ્ય ખૂબજ ટુંકુ હોય છે અને ત્રણ – ચાર દિવસમાં તો તેવી કેરી પર કાળા ટ૫કા ૫ડી જાય છે, સડી જાય છે.                   
કુદરતી રીતે પકવેલી કેરી કદી સંપૂર્ણપણે પીળો કલર ધારણ નથી કરી લેતી તેમજ તે કદી લાંબી નથી હોતી, જો તેવી કેરી જણાય તો તે કૃત્રિમ રીતે પકવેલી જ હોવી જોઈએ. કૃત્રિમ રીતે પકવેલી હોય તો તે કેરી કા૫વાથી અંદ૨થી આછી પીળી હોય. કૃત્રિમ રીતે પકવેલી કેરી સ્વાદમાં થોડી કડવી કે ખાટી લાગે છે.

કેરીને કલર પરથી ન ઓળખો, કારણકે જરુરી નથી કે જે પીળી હોય તો કેરી પાકેલી હોય. કુદરતી રીતે પાકેલી કેરી લીલા અથવા નારંગી રંગની હશે.પાકેલી કેરીને દાંડી પાસે સુંઘવાથી ખાસ પ્રકારની સુગંધ આવશે જ્યારે કાર્બાઈડથી પકવેલી કેરીમાં કોઈ સુગંધ નહીં હોય.ઓર્ગેનિક – કુદરતી રીતે પાકેલી કેરીને કેવી રીતે ઓળખવી? સામાન્ય રીતે એપ્રિલનાં છેલ્લા અઠવાડિયામાં અથવા મેં મહિનાની શરૂઆતમાં જયારે કેરી પર રાઈ જેવડા દાણા દેખાવા લાગે અને કેરી ની ફરતે રાખ જેવું (જેને દેશી ભાસા માં ભભૂત કહે છે ) આવરણ બંધાઈ ત્યારે જ કેરી ખરેખર પકવી અને ખાવા લાયક થઇ હોઈ છે.

આ ભભૂત નો કેરી ની મીઠાસમાં મોટો ફાળો છે. આ ભભૂત અને દાણા અહી જે કેરીનો ફોટો મુકેલ તેમાં જોઈ શકાય છે આ બધી પ્રક્રિયા કોલ્ટાર કેમિકલ નાખી ઉત્પાદિત કરેલ કેરીનાં ફ્ળમાં નથી થતી .. કુદ૨તી ૫કવેલી કેરી મિક્સ લીલી તથા નારંગી રંગની હોય છે એટલે કે એકધારી નથી હોતી. કુદરતી રીતે પકવેલી હોય તો તે કેરીમાંથી મીઠાશભરી સુગંધ આવે છે.

કુદરતી રીતે પકવેલી કેરી કા૫વાથી બહારથી ભલે લીલી હોય પરંતુ અંદ૨થી પીળી તેમજ લાલ કલ૨ની નિકળે. કુદ૨તી પાકેલી કેરીનું આયુષ્ય એક અઠવાડિયા જેટલું હોય છે. ઘરે કઈ રીતે પકવવી કેરી? બજારથી ખરીદેલી કાચી કેરી કાગળિયાં, ધાસ, ડુંગળી, ધાબળાનો ઉ૫યોગ કરી બંધ ગ૨મીવાળી જગ્યામાં ૪- ૫ દિવસ મૂકી રાખીને તે થોડોક થોડોક પીળો કલર આવે અને પાકે એટલે ખાવાલાયક થઇ જાય.